આ બધી પાયા વિહોણી વાતો છે, ના કોઈ આવું આયોજન હતું ના કોઈ આવું આયોજન છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…

તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં…