નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો અને દેશના સપના અલગ નથી અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે. આ લાગણી અને સમજણ નૂતન ભારતમાં લોકોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ કાર્યક્રમના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને દરેકના સહયોગ અને પ્રયાસોની જરૂર છે. એવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય અને જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર હોય. તેમણે કહ્યું, દેશ એક નવા ભારતનો સાક્ષી છે…