વીર કર્મયોગી: વિવેકાનંદ ૧૨ જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ અને એટલે આપણો દિવસ! આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નહિ મળે કે જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું ન હોય. જન્મ કલકત્તા ખાતે શિમલા પાલ્લી ગામમાં થયો હતો અને નામ પાડવામાં આવ્યું નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત. અને તે કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની. અભ્યાસ ઘરેથી શરૂ કર્યો પરંતુ પછીથી તેઓ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની સંસ્થામાં દાખલ થયા. સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો અને બીજા વર્ષે કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ. ભારતીય દર્શન, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર,…