ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો

એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…