- કોહલી બીજી જીત માટે ઉતરશે મેદાને
IPL: આઈપીએલની 14 મી સીઝનની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)નો બુધવારે ચેન્નઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)નો આમનો સામનો જોવા મળશે. જીતથી શરૂઆત કરનાર વિરાટ કોહલીની સામે આ જીત પકડી રાખવાનો પડકાર આરસીબી સામે રહેશે. મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આરસીબીએ તેમનાં અભિયાનની શરૂઆત પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને કરી છે. તે જ સમયે, ડેવિડ વોર્નરની કપ્તાનવાળી સનરાઇઝર્સને પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે મેચમાં પરાજય નો સામનો કરવો પડ્યો હતો.
RCB v/s SRH આંકડા શું કહે છે ..?
આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં (2013-2020) 18 મેચ થઈ છે. સનરાઇઝર્સે 10 મેચ જીતી છે, જ્યારે બેંગ્લોરને 7 માં સફળતા મળી હતી (આ સમય દરમિયાન એક મેચ ટાઇ, જેમાં સુપર ઓવરમાં સનરાઇઝર્સ દ્વારા જીત મળી હતી). છેલ્લી 5 મેચમાં સનરાઇઝર્સ 3 મેચ જીતી છે.
પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ પ્રતિભાશાળી દેવદત્ત પડિક્કલની વાપસીથી આરસીબીની બેટિંગ મજબૂત થઈ શકે છે. પડિક્કલ કોરોના ચેપથી સ્વસ્થ થઈ ગયો છે, અને હવે તે રમવા માટે સંપૂર્ણ ફીટ છે. 22 માર્ચે તેને કોરોના ચેપ લાગ્યો હતો અને તે કોરેન્ટિન રહ્યો હતો. જો બુધવારે પડિક્કલ નહીં રમે, તો કોહલી અને વોશિંગ્ટન આરસીબી માટે જબરદસ્ત ઇનિંગ્સ શરૂ કરશે. કર્ણાટકના 20 વર્ષીય બેટ્સમેન પડિક્કલે ગત સીઝનમાં 15 મેચમાં ટીમ માટે 473 રન બનાવ્યા હતા. તેની પહેલી જ સિઝનમાં તેણે પાંચ અડધી સદી ફટકારી હતી. આ પછી તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં છ મેચોમાં 218 અને વિજય હઝારે ટ્રોફીની સાત મેચમાં 737 રન બનાવ્યા હતા.
એડમ જમ્પાને આ મેચમાં તક મળી શકે છે.
આરસીબી આગામી મેચોમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જંપાને મેદાનમાં ઉતારી શકે છે. આરસીબી માટે શરૂઆતની બેટિંગ પાવર માટે એ.બી.ડી વિલિયર્સ અને કોહલીના ખભા પર રહેશે જવાબદારી, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પણ પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. તે પ્રથમ મેચમાં આરામદાયક લાગ્યો હતો અને તેને કેપ્ટન કોહલી સહિત ટીમ મેનેજમેન્ટનો ટેકો છે. પ્રથમ મેચમાં નિષ્ફળ થયા પછી રજત પાટીદાર અને સુંદર સનરાઇઝર્સ સામે પોતાનો દેખાવ કરવા માંગશે. મુંબઈ સામેની મેચમાં આરસીબીના બોલરોનો ખુબ સારો દેખાવ કર્યો હતો. જેમાં હર્ષલ પટેલે 27 રનમાં 5 વિકેટ લીધી હતી અને આ પ્રદર્શનનું ફરી આજે પુનરાવર્તન જોવા મળી શકે તેવી શક્યતા છે.
વોર્નર અને બેરસ્ટો સાથે ઉતરી શકે છે,
તો બીજી તરફ સનરાઇઝર્સનાં ઓપનર રિદ્ધિમાન સાહા અને વોર્નર કેકેઆર સામે નિષ્ફળ રહ્યા હતા. તેઓ પોતાની લય પર પાછા ફરવાનો પ્રયત્ન કરશે. વોર્નર સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે જોની બેરસ્ટો પણ જોડાઈ શકે છે. બેરસ્ટોએ પહેલી મેચમાં અર્ધસદી ફટકારી હતી, જ્યારે મનિષ પાંડેએ 44 બોલમાં અણનમ 61 રનનું યોગદાન આપ્યું હતું. કેન વિલિયમસન માટે આ મેચમાં રમવું પણ શક્ય નથી, કારણ કે કોચ ટ્રેવર બેલિસે કહ્યું હતું કે, તે સંપૂર્ણ રીતે ફીટ થવા માટે સમય લેશે. ભુવનેશ્વર કુમારે કેકેઆર સામે ઘણા બધા રન આપ્યા હતા, પરંતુ તે લાંબા સમય સુધી ખરાબ ફોર્મ માં રહે તેવા બોલરોમાંનો બોલર નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB):
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ફિન અલેન, એબી ડી વિલિયર્સ, પવન દેશપંડે, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સેમ્સ, યુઝવેન્દ્ર ચહલ, એડમ જામ્પા, શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, કેન રિચાર્ડસન, હર્ષલ પટેલ, ગ્લેન મેક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અઝહરુદ્દીન, કાયલ જેમ્સન, ડેનિયલ ક્રિશ્ચિયન, સુયેશ પ્રભુદેસાઈ, કે.એસ ભરત.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) :
ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, વિરાટ સિંહ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, વૃદ્ધિમન સાહા, જોની બેરસ્ટો, જેસન રોય, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, મોહમ્મદ નબી, કેદાર જાધવ, જે સુચિત, જેસન હોલ્ડર, અભિષેક શર્મા , અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બાસિલ થમ્પી, શાહબાઝ નદીમ અને મુજીબ ઉર રેહમાન.