ઇન્ટરનેશનલ: યુએસ કંપની નાઇકી દ્વારા રાક્ષસી શુઝ તૈયાર કરવા માટે મુકદ્દમો દાખલ કર્યા બાદ બ્રુકલિનની ફૂટવેર કંપની એમએસસીએચએફએ સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે જારી કરેલા ઇમેઇલમાં, કંપનીએ રાક્ષસી શુઝ અથવા તેના અગાઉ લોન્ચ કરેલા જીસસ શૂઝ ખરીદનારા ગ્રાહકોને સંપૂર્ણ રિટેલ કિંમત અને શિપિંગ ખર્ચ પાછા આપવાની ઓફર કરી હતી. એમએસસીએચએફે શુક્રવારે કહ્યું, “અમે કેસનું સમાધાન કરવા સંમત છીએ.” એક સમાધાન તરીકે, નાઇકી અમને રાક્ષસી શુઝને બજારમાં ફરતા ચલણમાંથી દૂર કરવા કહ્યું અને અમે તેના માટે સંમત થયા.
નોંધપાત્ર રીતે, એમએસસીએચએફ દ્વારા ઉત્પાદિત રાક્ષસી શૂઝ ગયા મહિનાના અંતમાં એટલે કે 29 માર્ચે તેના લોકાર્પણ પછી તરત વેચાયા હતા. કંપનીએ આ શૂઝની માત્ર 666 જોડી બનાવી હતી. શૂઝની જોડીની કિંમત 1018 ડોલર રાખવામાં આવી. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 75 હજાર રૂપિયા છે.
તેના લોકાર્પણ પછી, નાઇકીએ દાવો કર્યો હતો કે આ શેતાન જૂતા બનાવવા માટે માનવ લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાઇકી એમએસસીએચએફ પર તેમના શૂઝ પરના લોગોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. નાઇકીએ આરોપ મૂક્યો કે તેનો લોગો પરવાનગી અથવા ભાગીદારી વિના શૂઝ પર મૂક્યો હતો. નાઇકીએ કહ્યું કે શૂઝ પ્રખ્યાત રેપર લીલ નાસના સહયોગથી બનાવવામાં આવ્યા છે.
અહીં સોશિયલ મીડિયા પર પણ શેતાન શૂઝ પર વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શૂઝ પરનું ક્રોસ માર્ક ઉંધુંચત્તુ રહે છે. આ સિવાય પેન્ટાગ્રામનો ટ્રેસ પણ છે. ઉપરાંત, બાઇબલમાં લુક 10:18 નો પણ ઉલ્લેખ છે. ઘણા વપરાશકર્તાઓ આને ઈશ્વરના શબ્દનું અપમાન ગણાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શૂઝ બનાવવા માટે માનવ લોહીનું એક ટીપાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે એમએસસીએચએફ વિવાદમાં ફસાઈ હોય. આ અગાઉ વર્ષ 2019 માં કંપનીએ જીસસ શૂઝ લોન્ચ કર્યા હતા, જેના કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે કંપનીએ દાવો કર્યો હતો કે જોર્ડન નદીમાંથી લાવવામાં આવેલ પવિત્ર પાણીનો ઉપયોગ આ પગરખાં બનાવવા માટે કરવામાં આવતો હતો. આ અંગે ઘણા વિવાદ થયા હતા.