- આઈપીએલ 2021 નેટ પ્રેક્ટિસમાં જોવા મળ્યા ધોનીનાં હેલિકોપ્ટર શોટ
સ્પૉર્ટસ: ચેન્નાઇ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ શરૂ થયા પહેલા શાનદાર ફોર્મમાં જોવા મળ્યા. ધોની નેટ પ્રેક્ટિસમાં શાનદાર શોટ મારતા જોવા મળી રહ્યા છે, આ વીડિયો ચેન્નઇ સુપર કિંગ્સએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 14મી સીઝનની પહેલી મેચ 10મી એપ્રીલ એ દિલ્હી કેપિટલ સામે રમશે. ધોની તેનાં જૂના અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યો. આ પ્રેક્ટિસમાં ધોનીએ હેલીકોપ્ટર શોટ પણ માર્યા હતા, ધોનીની આવી પ્રેક્ટિસ જોઇને ચેન્નઇ સુપરકિંગ્સ ને રાહત મળી રહી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા વર્ષે ખરાબ પ્રદર્શન રહ્યું હતું. દુબઈમાં રમાયેલ IPL 2020 માં ચેમ્પિયન csk ત્રણ વાર પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યું ન હતું. જોકે આવું પહેલી વાર બન્યું કે ધોનીની કેપ્ટનશિપમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યું નથી.
CSK ની ટીમમાં આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃત્ત થયેલા અનુભવ ધરાવતા ખેલાડી વધુ છે, જેમાં ધોની, સુરેશ રૈના, રાયડુ અને તાહિર જેવા ખેલાડીનો સમાવેશ થાય છે. જોકે રમતમાંથી નિવૃત્તિ ને કારણે ઓછો અભ્યાસ CSK ટીમને ભારે પડી શકે છે. CSK ની પાછલા વર્ષની બેટિંગ ખૂબ નબળી રહી હતી. જો આ વર્ષે બેટીંગમાં સુધારો નહીં થાય તો ટીમને ચેમ્પિયન બનવામાં ખૂબ મુશ્કેલી આવશે.