નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ શિક્ષણ મંત્રાલયે 12 ધોરણની પરીક્ષા મુલતવી રાખવાની અને વર્ગ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. CBSC ધોરણ 12 બોર્ડ માટે, 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે.
દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSEની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.