રિવાજ શબ્દ બહું ભયાનક છે. રિવાજોની સમાજ પર જેટલી હકારાત્મક અસરો છે એટલી જ ભયાનક અસરો પણ છે. રિવાજોને સમજ્યા વગર મુર્ખ બનીને અનુસરવા એ આપણી આદત થઇ ગઈ છે. બ્રાહ્મણ દ્વારા લગ્નવિધી કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એનાથી કોઇ વિરોધ નથી પણ એ વિધી શા માટે? આ પ્રશ્નનો જવાબ આપણામાંથી અને ખાસ કરીને જે લગ્નગ્રંથી જોડાય રહ્યા છે એની પાસે છે? જો જવાબ ના હોય તો એ વિધીનો કોઇ અર્થ સરે એ માની શકાય એવું છે? એક સમયમાં દરિયાપાર ના જવાનો રિવાજ હતો. જો એ રિવાજ હજુંય ચાલું હોત…
Category: ધર્મ
હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મોત્સવની કરો ઉજવણી : વાંચો હનુમાન ચાલીસા
રામાયણમાં દેવાધિદેવ શંકરના 11 માં અવતાર એટલે હનુમાનજી. હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય છે. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.…
માઁ જગજનનીને પ્રસન્ન કરવાં ચૈત્રી નવરાત્રીમાં ચોક્કસપણે આ કાર્યો કરો
ધર્મ: ચૈત્ર અને આસો નવરાત્રી દેશભરમાં ખૂબ જ આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રી દરમિયાન, આખા નવ દિવસોમાં દરેક બાજુ ભક્તિમય વાતાવરણ રહે છે. તો ચાલો આપણે જાણીએ કે જ્યોતિષ મુજબ આ નવ દિવસ દરમિયાન આ વસ્તુઓનું પાલન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે. મંદિર તથા પૂજા સ્થળની સાફ સફાઈ: નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલા ઘરનું મંદિર અથવા પૂજા સ્થળને સાફ કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગા ઘરે આવે છે. તેથી, માતાના આગમન…