BA, B.com, B.sc સહિત 23 થી વધુ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ : કોરોના અસર વિદ્યાર્થીઓએ પરીક્ષા લગતી તમામ જાણકારી મેળવવા યુનિવર્સિટીની વેબસાઈટ ચકાસતા રહેવું હિતાવહ ગુજરાત: ગુજરાતમાં વધતા જતા કોરોના વાઇરસના કહેરના કારણે બે દિવસના કરફ્યુ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર શૈક્ષણિક કાર્યો ઓનલાઇન કરવામાં આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાની યોજના પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી શરૂ થનાર કોલેજ કક્ષાની બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. વગેરે સેમેસ્ટર 5 ની કુલ 23થી વધુ પરીક્ષાઓ…
Category: એજ્યુકેશન
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી
આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…
NCC થી ARMY સુધીની સફર, NCC Day પર એક કેડેટની કહાની
NCC એટલે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ જેની સ્થાપના ઈ.સ.1948 માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. NCC નું આદર્શ વાક્ય “એકતા અને અનુશાસન” છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયને તેનાથી અનુસાશન અને દેશભક્તિ માટે યુવાનોને પ્રેરીત કરી દેશ પ્રત્યે સદાવાન અને લાગણીશીલ રહે તેના માટે સ્થાપવામાં આવેલ. NCC માં ત્રણેય દળનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ તેમાં આર્મી, નેવી અને એરફોર્સ લગતી વિવિધ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કેમ્પો દ્વારા NCC કેડેટને ડિફેન્સ પ્રત્યે પ્રેરીત કરવામાં આવે છે. NCC ની…
SC/ST વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધા, જાણો શું છે ફ્રી શીપ કાર્ડ!
ફ્રી શીપ કાર્ડ એટલે શું ? ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ(ST) સમુદાયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમને પ્રવેશ મળેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડના” માધ્યમથી જે તે સ્વનિર્ભર સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગમાં ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે…