સહદેવ દીર્ડોની શાળાના શિક્ષકે 2019 માં તેમનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. હવે આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રેપર બાદશાહે આ ગીતનું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે.
આ દિવસોમાં સહદેવ કુમાર નામનું એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ બાળકે ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું. મોટા સ્ટાર્સ તે બાળકના અવાજ ગીતને મ્યુઝિકલ ટચ આપીને તેના પર રીલ્સ બનાવી રહ્યા છે. બાળકનો વીડિયો એટલો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ બાળકને તે ગીત તેમની સામે ગવરાવ્યું.
પરંતુ શું તમે જાણો છો ‘બચપન કા પ્યાર’ ગીતના અસલી ગાયક કોણ છે?
આ ગીત ગુજરાતના આદિવાસી લોક ગાયક કમલેશ બારોટે ગાયું છે. આ ગીત 2018માં બનાવવામાં આવ્યું હતું. ગીતને મયુર નાદિયાએ સંગીત આપ્યું છે. તેના ગીતકાર પી.પી.બારીયા છે. અસલી ગીત ખૂબ વાયરલ થયેલું છે, તેમાં 47 લાખથી પણ વધારે વ્યુ છે.
આ ગીત અંગે કમલેશે કહ્યું- ‘આ ગીત 2018માં બનાવવામાં આવ્યું હતું. આ પછી, અમદાવાદની મેશવા ફિલ્મ્સ નામની કંપનીએ તેમની પાસેથી આ ગીતના તમામ રાઇટ્સ ખરીદ્યા. 2019માં, મેશવા ફિલ્મ્સે તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરી.