કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી

  • આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી
  • દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર
  • માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર

નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં.

કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ ડોકટરો હવે સામાન્ય અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન(Central Council of Indian Medicine)ના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ પીજી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શસ્ત્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આયુર્વેદના વિદ્યાર્થીઓને શસ્ત્રક્રિયા વિશે શીખવવામાં આવતું હતું, પરંતુ તેઓ શસ્ત્રક્રિયા કરી શકે છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નહોતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા બાદ હવે આયુર્વેદના ડોકટરો પણ સર્જરી કરી શકશે. સરકારના જાહેરનામા મુજબ આયુર્વેદના પીજીના વિદ્યાર્થીઓને આંખ, નાક, કાન, ગળા તેમજ સામાન્ય સર્જરી માટેની વિશેષ તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ વિદ્યાર્થીઓને ગ્લુકોમા, મોતિયા, સ્તન ભાગમાં રહેલી ગાંઠ, અલ્સર અને પેટના બાહ્ય અશુધ્ધા તત્વોને દૂર કરવું જેવી અનેક શસ્ત્રક્રિયાઓ કરવાનો અધિકાર આપવામાં આવશે.

દેશમાં સર્જનની અછત દૂર થશે કેન્દ્ર સરકાર આયુર્વેદના ભૂતપૂર્વ સલાહકાર ડો. શર્માએ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી અને તેને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશ હાલમાં સર્જનોની અછતનો સામનો કરી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી દેશમાં સર્જનોની અછત દૂર થશે. આ સાથે, દૂરના વિસ્તારોના દર્દીઓએ શહેરથી ભાગી જવાની જરૂર રહેશે નહીં અને તેઓ તેમના વિસ્તારમાં જ ઉચ્ચ સ્તરની સારવાર મેળવશે.

Leave a Comment