પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?

26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ! આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી.  કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ…

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?

ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ આજે સ્વામી વિવેકાનંદ પરનો ત્રીજો અને છેલ્લો લેખ. થોડી વાત કરીએ વિવેકાનંદનાં વિચારોની અને થોડી વાત વિવેકાનંદનાં અંતરમનની! ‘ભારતને માટે મને પૂરેપૂરો પ્રેમ હોવા છતાં, મારામાં પૂરેપૂરો દેશપ્રેમ ભરેલો હોવા છતાં અને પ્રાચીન પૂર્વજોને માટે સંપૂર્ણ સન્માનની ભાવના હોવા છતાં, મને એ વિચાર આવ્યા વગર રહેતો નથી કે આપણે બીજી પ્રજાઓ પાસેથી હજી ઘણી બાબતો શીખવાની છે. જ્ઞાન માટે આપણે સૌને ચરણે બેસવાને તૈયાર રહેવું જોઈએ. સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારનાં વિશ્વ સિવાય આપણને…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ ગતાંકમાં આપણે નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ બન્યા ત્યાં સુધી જોયું. વિવેકાનંદ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા માગતા નહીં. કોઈની સામે ભોજન માટે હાથ લંબાવવો નહીં તેવો એમનો દ્રઢ નિશ્ચય. પરંતું જો કોઈ સ્વયં બોલાવીને ભોજન આપે તો જ ભોજન ગ્રહણ કરવું આવા નિશ્ચય ને કારણે કેટલીક વખત દિવસો સુધી ભોજન મળતું ન હતું. એક દિવસ સાંજે વિવેકાનંદ એક ઘોડાનાં તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. વિવેકાનંદએ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંઢામાં…

વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ ૧૨ જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ અને એટલે આપણો દિવસ! આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નહિ મળે કે જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું ન હોય. જન્મ કલકત્તા ખાતે શિમલા પાલ્લી ગામમાં થયો હતો અને નામ પાડવામાં આવ્યું નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત. અને તે કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની. અભ્યાસ ઘરેથી શરૂ કર્યો પરંતુ પછીથી તેઓ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની સંસ્થામાં દાખલ થયા. સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો અને બીજા વર્ષે કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ. ભારતીય દર્શન, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર,…