- હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે
- પેંશનના પૈસા થી પુરી રહ્યા છે ખાડા
નેશનલ: હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી પોતાની પેંશનમાંથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે. હૈદરાબાદ(તેલંગાણા)ના ગંગાધર તિલક અને તેમના પત્ની વૈનકેટેશ્વરી કતનમ છેલ્લા 11 વર્ષોથી તેમની પેંશનના રૂપિયાથી જાહેરમાર્ગ પર પડેલા ખાડા પુરવાનું કામ કરી રહ્યા છે. 74 વર્ષીય તિલકે જણાવ્યું કે, “અમે 11 વર્ષોમાં 40 લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર શહેરના કુલ 2030 ખાડા પુરવાનું કામ કરી ચુક્યા છીએ.”
તેઓ રેઈલ વે માંથી નિવૃત્તિ બાદ અહીં શિફ્ટ થયાં, રોડ પર પડેલા ખાડાઓના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હતા. તેમણે તેના માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી હતી પણ કોઈ એક્શન ન લેવાતા તેઓ જાતે જ મેદાનમાં આવી ગયા અને રોડ પર પડેલા ખાડાને પુરવાનું શરૂ કરી દીધું.