આજે ખેડૂત આંદોલનને ભારત બંધના એલાનને અનેક રાજયોમાં મળેલા ભારેથી મિશ્ર પ્રતિસાદ તથા આંદોલનકારીઓ પીછેહઠ કરવાનાં મુડમાં નહીં હોવાનો સંકેત મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકશનમાં આવી ગયા છે. આવતીકાલની છઠ્ઠા તબકકાની વાતચીત પૂર્વે જ આજે સાંજે 7 વાગ્યે ખેડૂત અગ્રણીઓને મળવા માટે આમંત્રણ આપ્યું છે.
અમિત શાહ અગાઉ કિસાન આંદોલન મુદે દરમિયાનગીરી કરી ચુકયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને આવતીકાલે છઠ્ઠા તબકકાની વાતચીત થવાની હતી પરંતુ જે રીતે કિસાન આંદોલન વધુ ઉગ્ર બને અને વિપક્ષો પણ તેમાં તાકાત લગાવી રહ્યાના સંકેત મળ્યા હતા. અમિત શાહે આંદોલનકારીઓને સાંજે 7 વાગ્યે મળવા માટે આમંત્રણ આપ્યું છે.
આ પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને હરીયાણાનાં મુખ્યમંત્રી વચ્ચે વાતચીત થઇ હતી અને ખાસ કરીને વધુ હજારો ખેડૂતો સિંધુ બોર્ડર પહોંચી રહ્યાનાં સમાચાર મળતા અમિત શાહે આજની બેઠક યોજી છે. અને સાંજે 7 વાગે ખેડૂતોને મળશે માનવામાં આવે છે કે સરકાર ટેકાનાં ભાવ મુદે કોઇ સંતોષકારક ઓફર કરે તેવી શકયતા છે અને આંદોલન આજે સમેટાઇ જાય તેવું સરકાર ઇચ્છે છે.