- 100 ફુટનાં રાષ્ટ્રીયધ્વજ સાથે ગામ દેશભક્તિમાં રંગાયું
ગુજરાત: આજે 72 માં સ્વાતંત્રદિન નિમતે દેશ ભરમાં ત્તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ખાતે સાંજે 4 વાગે અમીરગઢની જનતા દ્રારા 100 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આજ રોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળે છે.
નાના ભૂલકાઓ યુવાનો અને વડીલોથી લઈને સર્વે લોકોનાં મનમાં આઝાદી દિન નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને તમામ લોકો તેની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ ,રેલી, રોડ શૉ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે આજે અમીરગઢ ખાતે ગામનાં જાહેર માર્ગો પર રાષ્ટ્રીયધ્વજ લહેરાવીને સ્વાતંત્રદિન ની ઉજવણી કરવામાં આવી હતી. અમીરગઢમાં સ્વાતંત્રદિનની ઉજવણી નિમિતે ગામનાં જાહેર માર્ગો પર રાષ્ટ્રિયધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. યુનિયન બેંક થી લઈને ગ્રામ પંચાયત થઈને આર આર વિદ્યાલય રોડથી ચંદનીચોકનાં જાહેર માર્ગો પર આગળ D.J પિકઅપ તાલમાં દેશ ભક્તિ ગીતોનાં રાગમાં પાછળ રાષ્ટ્રિયધ્વજની સાથે માનવ સાંકળની રચનાં કરી યાત્રા દ્રારા રાષ્ટ્રિયધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં જાણે દેશભક્તિનાં રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ યાત્રામાં ગામના નાના ભૂલકાઓ, નવયુવાનો સહિત વડીલો પણ જોડાયા હતા અને દેશની આઝાદીની ઊજવણી કરવામાં આવી હતી.