એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!

“જેને રામ રાખે તેને કોણ ચાખે!”


આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત આપી છે. હાલમાં જોનાસ જોધપુરની એક હોસ્પીટલમાં સારવાર લઈ રહયા છે.
ડોક્ટરે કહ્યું હતું કે જોનાસને આંખમાં ઓછું દેખાતું હતું અને શરીરમાં ખૂબ નબળાઈ હતી. હોપિટલના ડોક્ટર અભિષેક તાતરના કહ્યા પ્રમાણે

સાપના ડંખ પછી ઇયાન જોનાસને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતા. પ્રારંભિક તપાસમાં પણ તેને બીજી વાર કોરોના પોઝિટિવ હોવાનું શંકા ગઈ હતી. પરંતુ તેઓ તપાસમાં નેગેટિવ જોવા મળ્યા હતા. તેમની અંદર સાપ કરડવાના બધા ચિન્હો દેખાતા હતા. તે સભાન હતા. અમને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે.

ડોકટરોના જણાવ્યા પ્રમાણે જલ્દીથી તેને રજા આપવામાં આવશે. ઇયાન જોનાસ રાજસ્થાનની રાજધાની જયપુરથી 350 કિલોમીટર દૂર જોધપુરના એક ગામમાં હતા જ્યાં તેની સાથે આ ઘટના બની હતી. આ વિસ્તારમાં સાપ કરડવાની ઘટના એક સામાન્ય વાત છે.

ઇયાનના દીકરાએ શું કયું છે?


ઇયાન જોનાસની સારવાર અને તેના ઘરે પાછા આવવા માટે તે ફંડ એકઠો કરી રહ્યો છે અને GO FUND ME પેજ પર તેને પોતાની વાત કહી છે કે,

મારા પિતા એક યોદ્ધા છે. ભારતમાં કોરોનાથી પહેલા મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓને માત આપી છે. એ આ મહામારીના કારણે ઘરે આવી નથી શકતા. માટે જે લોકો તેમની મદદ કરવા માંગે છે તમની ઈચ્છાને અમે અવકારીએ છીએ.

તમને જણાવી દઈએ કે ઇયાન જોનાસ એક NGO સાઇબેરીયન દ્વારા પરંપરાગત ક્રાફ્ટ સાથે જોડાયેલા કલાકારો માટે કામ કરે છે. આ સંબંધમાં તે લોકડાઉન પહેલા રાજસ્થાન આવ્યો હતા. આ સંસ્થા નબળા પરંપરાગત કારીગરો દ્વારા બનાવવામાં આવતી હસ્તકલાની વસ્તુઓ લઈ અને વિદેશમાં વેચે છે. આ દ્વારા, તેઓ આ કારીગરોને મદદ કરે છે.

Related posts

Leave a Comment