ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
अगर इशुदान और महेश भाई जैसे लोगों पर गुजरात में खुलेआम हमला हो रहा है तो तो गुजरात में कोई सुरक्षित नहीं है
ये हिंसा आपकी बौखलाहट है, आपकी हार है
लोगों को अच्छी सहूलियतें देकर उनका दिल जीतिए, विपक्ष पर हमले कराकर उन्हें डराइए मत। ये लोग डरने वाले नहीं। https://t.co/HcSZ25PzHd
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021
આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે. આશ્ચર્યની વાત છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ હુમલો થયો છે. જેના પગલે આપ પાર્ટીનો કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે.
AAPએ આ હુમલાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. આપનાં નેતાઓએ કહ્યું કે, અમે ભાજપની ગુંડાગર્દીથી ડરીશું નહીં. આમ આદમી પાર્ટી ઈંટનો જવાબ પથ્થરથી આપશે.
આ અંગે દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી આ બાબતે અરવિંદ કેજરીવાળે ટ્વીટ કરી માહિતી આપી હતી.
Spoke to Vijay Rupani ji.
Urged him to file FIR, arrest the culprits, ensure strong action against culprits and ensure protection of AAP leaders and workers. https://t.co/BoZ8QDdthu
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021
આજ રીતે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેઓને ધક્કે ચઢાવવામાં આવ્યાં હતાં. જે મામલે ગોપાલ ઈટાલિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. એ સમયે ગોપાલ ઈટાલિયાએ દાવો કરીઓ હતો કે આ કાવતરું ભાજપે ઘડ્યું હતું.