- રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી
- રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં
ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે.
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવેલાં.
પ્રકૃતિ પ્રેમી હિંમતભાઈ જણાવે છે કે,
દરેક વ્યક્તિએ પોતાના ઘરના કોઈપણ પ્રસંગે, બાળકના જન્મ દિવસે કે નાના મોટા કાર્યક્રમો દરમિયાન વૃક્ષારોપણ કરવું જોઈએ. જેથી પશુ, પક્ષી અને તમામ માનવ જાતિને તે ઉપયોગી નીવડે. ચાલી રહેલી કોરોના મહામારીમાં જ્યારે લોકોને ઓક્સિજનની અછત વર્તાય રહી છે ત્યારે વૃક્ષો જ આપણને શુદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. જેથી દરેક વ્યક્તિએ વૃક્ષા રોપણ કરવું જોઈએ. આ સાથે ગામના કેટલાક વડીલો અને પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા ચરમારીયા દાદાની જગ્યાએ વૃક્ષો રોપીને સુંદર બગીચો બનાવ્યો છે.
રાજચરાડીના ચરમારીયા દાદાના સાનિધ્યમાં કુલ 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. જ્યાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો ઉપસ્થિત રહીને વૃક્ષા રોપણ કર્યું હતું. જેમાં પામ, બોરસલિ, સેતુ, મોગરા, જાસુસ, રાતરાણી, પખીપપા, આસોપાલવ અને બોગરવેલ જેવા વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. વૃક્ષો એ આપણું જતન કરે છે, એટલે આપણે વૃક્ષોનું અચૂક પણે જતન કરવું જરૂરી છે.