- ખેડૂતો કૃષિ ધારા અંગે દેખાવો કરી રહ્યાં છે
- કેન્દ્ર સરકાર અને કૃષિ આગેવાન વચ્ચે મંત્રણા યોજાશે
નેશનલ: કેન્દ્ર સરકાર અને કૃષિ ધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી.
મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો સરકાર તેમની સાથે વાતચીત કરવા તત્પર છે.