રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…
Day: October 4, 2021
ચરખાથી અપરિચિત લોકને ચરખાનો પરિચય કરાવશે ‘સ્વ-અધ્યયન’ પ્રોજેકટ
ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ…