ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું…