ગાંધીજીને ગાળો દેનારાઓ માટે!

હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. ચુમોતેર વર્ષ પૂરા કરીને આપણે પંચોતેરમાં વર્ષમાં બેઠાં. ભુતકાળનાં બનાવો અને ભૂતકાળની ભૂલોથી શીખીને- એ ભૂલ ફરીથી ના થાય એ સરવૈયું કાઢીને ભવિષ્યને ઉજ્જવળ કરવાની યોજનાંઓ બનાવવામાં સૌ લાગી ગયાં. પરંતું રાષ્ટ્ર પર્વ નિમિતે જ્યારે ‘દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ!’ જેવું આ ગીત વાગે છે કે યુવાનો પ્રશ્ન ઉઠાવે છે કે શું ચરખાથી આઝાદી મળી? ગાંધીજી ના હોત તો આઝાદી ના મળી હોત? શું ક્રાંતિકારીઓનો કાઈ રોલ નહોતો? અને પછી એક દમ હિન કહી શકાય…