તા.12 મે થી તા.18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14,500…
Day: May 11, 2021
આત્મહત્યા કરવાનાં વિચારો કરતાં ક્રાંતિકારી સુખદેવને ભગતસિંહનો પત્ર!
કોરોના આપણા માટે મહામુશ્કેલીઓ લઈને આવ્યો. શારીરિક, આર્થિકથી લઈને માનસિક મુશ્કેલીઓ આપણે સહન કરી અને હજું ય કરી રહ્યાં છીએ. હતાશા, તાણ, ચિંતા જેવી લાગણીઓ લગભગ આપણે બધાં અનુભવી રહ્યાં છીએ. રોજ એક જ વાત થઈ રહી છે: હવે ક્યારે પતશે આ બધું? જલ્દી પુરુ થાય તો સારું. આવાં વાક્યો ક્યાંક આપણે બધાં જ આનાથી થાકી ગયાં છીએ એવું દર્શાવે છે. ડોકટરો, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, અધિકારીઓ, રાજનેતાઓ, અને આપણે આમ જનતા બધાં જ થાકી ગયાં છીએ. માળખાકીય સુવિધાના અભાવે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને તે અભાવનાં લીધે થયેલાં આપણા ઘણાં સ્વજનોના…
ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા પાસ વિધાર્થીઓને મળશે ડિગ્રી સર્ટિફિકેટ. ફોર્મ ભરવા માટેનાં નિયમો જાણી લો
એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…