નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. કોવિડ-19 હાલની…

ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાનું દહન, ‘એડમિશન પ્રક્રિયામાં વિલંબ કેમ?’ – NSUI

એડમિશન પ્રક્રિયા હજુંય ચાલું જ છે. એડમિશન પ્રક્રિયામાં હજું વિલંબ કેમ! આર્ટસ, કોમર્સનાં વિધાર્થીઓ ચિંતીત. ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીનાં સભ્યોની ‘હા’, ‘ના’ વચ્ચે વિધાર્થીનાં ભાવી ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરેલા , જેમાં વિધાર્થીને એમ હતું કે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ થશે અને આ જ વિશ્વાસને કારણે વિધાર્થીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે યુનિવર્સિટી દ્વારા થતી આ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન જ થશે પરંતું પ્રત્યક્ષ સમાચારએ અગાઉ વીડિયો જાહેર કરેલ કે જે-તે કોલેજનાં વિધાર્થીઓ એડમિશન માટે…