નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યમંત્રી ભાજપના બે નેતા બન્યાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બન્યાં નાયબ મુખ્યમંત્રી બિહાર: શ્રી નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં. નીતિશ કુમારને ગઈ કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં NDAના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. NDA એ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.
Day: November 16, 2020
તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં…
છેતરપિંડીનાં કેસ બાદ ભાજપનાં નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
શર્મા સામે પોલીસ કેસ નોંધાતા આ પગલું ભર્યાની આશંકા સુરત BJPના અગ્રણી શર્મા નિવૃત IT ઓફિસર છે સુરત: ગુજરાતનું સુરત અહીં ભાજપના જિલ્લા પૂર્વ ઉપ પ્રમુખ પી.વી.એસ. શર્મા વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ રજિસ્ટર થયાનાં બે દિવસ બાદ શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શર્માએ નવસારીમાં તેના મિત્રના ઘરે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શર્માના ડ્રાઇવર વેંકટેશે તેને લટકાતા જોયા હતાં, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, શર્મા હાલ જોખમની બહાર છે.