રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ અપાયા

ગુજરાત: ગુજરાત રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 2 લાખ 84 હજાર 791 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં ગઇકાલે 8,312 પ્રથમ હરોળનાં કર્મીઓ તેજ આરોગ્ય કર્મીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જ્યારે 1,21,904 જેટલા 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 1,54,575 જેટલા 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.આ સાથે જ ગુજરાત રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા થયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાનાં નવા 84 કેસ નોંધાયા છે. જ્યારે 300 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,10,751 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,794 છે. જેમાંથી 2,783 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 11 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ દર્દીઓનાં મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 10,062 થયો છે.

Related posts

Leave a Comment