સફર પ્રત્યક્ષ સમાચારની

પ્રત્યક્ષ સમાચારની શરૂઆત યુટ્યુબનાં માધ્યમ થકી થઈ. એ બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ડેઈલી હંટ સાથે પણ જોડાયું. આ જુદા – જુદા સોસિયલ મીડિયાનાં સમૂહ સાથે જોડાવવાનું કાર્ય એ જ કે અમે દરેક વ્યક્તિ સાથે પ્રત્યક્ષ થઈએ. બીજું એ પણ કે આનો ઉદ્દેશ માત્ર જુદા-જુદા જનસમુદાય સુધી પહોંચવા સુધીનો માત્ર ન રાખતા ટૂંક સમયમાં પ્રત્યક્ષ સમાચાર ગુજરાતનાં દરેક છેવાડે પહોંચશે અને એને પહોંચતું કરશો આપ. કેમકે, પ્રત્યક્ષ સમાચાર હવે આપ સમક્ષ પ્રત્યક્ષ છે મોબાઇલ નંબર તેમજ ઈ-મેઈલ થકી, જેમાં આપ આપનાં વિસ્તારમાં બનતી ઘટનાઓ કે ખબરોને અમને મોકલી આપી શકો અને એ ઘટનાને અમે સોસિયલ મીડિયામાં જોડાયેલા દરેક લોક સુધી પહોંચાડી શકીએ.
બીજું એ પણ નોંધવું કે પ્રત્યક્ષ સમાચાર માત્ર સમાચાર પુરતું જ સિમીત ન રહેતા અમુક-અમુક સમયે જ્ઞાન પણ પહોંચતું કરશે. હવે, જ્ઞાન એટલે કોઈ પણ એવું જ્ઞાન કે જેની જાણકારી દરેક પાસે હોતી નથી. માટે, પ્રત્યક્ષ સમાચાર આપ સમજ સાચી અને સમજપૂર્વક માહિતી પૂરી પાડી શકે એવી નેમ(વચન) અમારે લેવી રહ્યી.
પ્રત્યક્ષ સમાચારમાં જોડાયેલ ટીમનું પણ કામ જુદા-જુદા માધ્યમોમાં વહેંચાયેલું છે. માટે, પ્રત્યક્ષની ટીમ પણ આગળ જતા આપ સમક્ષ નવા વિષયો સાથે આવશે તો પૂરી માહિતી સાથે જ આવશે એ નોંધવું રહ્યું.
અત્યારે પ્રત્યક્ષ સમાચારનો હેતુ કોઈપણ ન્યુઝ ચેનલ, સમાચારપત્ર કે પછી કોઈ પણ પ્રકારનાં સમાચાર કે જુદી-જુદી જ્ઞાન+મનોરંજનવર્ધક માહિતી પૂરી પાડનારા કોઈ પણ પ્રકારની ઓનલાઇન સાઈટ્સની સાથે હરીફાઈનો નથી. માટે, આપ સૌ વાંચકો એ નોંધશો કે પ્રત્યક્ષ સમાચારનો પ્રકલ્પ માત્રને માત્ર ‘જ્ઞાન અને સમાચાર’ પહોંચાડવાનો છે.

Related posts

Leave a Comment