નેશનલ: દેશમાં હાલમાં જ ત્રણ નવા કૃષિ કાનૂનને લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પંજાબ-હરિયાણાનાં ખેડૂત સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ખેડૂત સંગઠનોએ ગુરુવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. તે જ સમયે ખેડૂત સંગઠનો વીજ બિલ 2020 પણ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. અંબાલામાં બુધવારે ખેડુતોએ ભારે પોલીસ બંદોબસ્તને ઠેંગો બતાવી દિલ્હી તરફ પ્રયાણ કર્યું હતું. પોલીસે આ સમયગાળા દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતોને રોકી શક્યા નહીં. ખેડુતોએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા…