SpaceX મંગળ પર જવાનાં પ્રયાસો કરી રહ્યું છે SpaceXએ સ્ટારશીપનું ટ્રાઇલ કર્યું હતું, લેંડિંગ સમયે થયો હતો બ્લાસ્ટ ઇન્ટરનેશનલ: મંગળ મિશન પર જવાની તૈયારી કરી રહેલા સ્પેસએક્સને આંચકો લાગ્યો જ્યારે તેના સ્ટારશીપ રોકેટ (Starship)નો પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ કરી ગયો. ટેક્સાસના દરિયાકાંઠે એક પરીક્ષણ પ્રક્ષેપણ દરમિયાન બુધવારે SpaceXનો સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીને આશા છે કે આ રોકેટ તેને મંગળ પર લઈ જશે. જો કે રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ આ પરીક્ષણને સકસેસફૂલ ગણાવ્યું છે અને સ્ટારશીપ ટીમને અભિનંદન આપ્યા છે. સ્પેસએક્સનાં સ્થાપક એલોન મસ્કે લોંચની થોડી મિનિટો પછી ટ્વિટ…