ઓક્સિજનના અભાવને કારણે કર્ણાટક જિલ્લા હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત

ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. કર્ણાટકમાં ચમરાજનગર જિલ્લામાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪ દર્દીઓએ દમ તોડી દીધો હતો. તેમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો સમાવેશ થતો હતો. કહેવામાં આવે છે કે દર્દીઓ ઓક્સિજનના અભાવ તેમજ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. મંત્રી સુરેશ કુમારે કહ્યું કે ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.