ગુજરાતી: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, 22 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોરોનાનાં વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની…