ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક…