સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.