- “ચીની કમ”ના નારા સાથે માઇક્રોમેક્સે કર્યું કમબેક
- લોન્ચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન
- જાણો બન્ને ફોનની કિમત અને બધા ફીચર્સ
ટેક્નોલોજી: ભારતમાં વોકલ ફોર લોકલના નારા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અથાક પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય સર્ટફોન બજારમાં અત્યારે ચીની કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. આ ચીની કંપનીઓને ટક્કર આપવા માટે માઇક્રોમેક્સ ફરી મેદાને આવી છે. 3 નવમ્બરના રોજ કંપનીના સ્થાપક રાહુલ શર્માએ બે મોબાઇલ ફોને લોન્ચ કર્યા છે. એક IN Note 1 અને બીજો છે IN 1B. અહી ઉલ્લેખનીય બાબત એ છે કે આ IN બ્રાન્ડિંગ Indiaને દર્શાવે છે. તો ચાલો જાણીએ બંને ફોને વિષે
Micromax IN Note 1
માઇક્રોમેક્સ IN Note 1 એ એક સારો સ્માર્ટફોન છે. જે 15,000 સુધીની કિંતના ઘણા ફોન માટે સારી એવી કોમ્પિટિશન ઊભી કરશે. તો વાત કરીયે આ ફોનના સ્પેસિફિકેશનની તો આ ફોનમાં 6.67ઇંચની fullHD+ની ડિસ્પ્લે હશે. અને આ ફોનમાં હીલીઓ p85 14nm પ્રોસેસર જોવા મળશે. આ ફોનના બે મોડેલ જોવવા મળશે એક જે 4 જીબી રેમ 64 જીબી ઇન્ટરનલ સાથે આવશે જયરે બીજો 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે મળશે. આ ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં બેકમાં 4 કેમેરા જોવા મળશે જેમાં 48MP નો મેઇન કેમેરો અને બીજા 5MP+2MP+2MPના હશે. જ્યારે ફ્રંટમાં 16 મેગાપીક્સલનો પાંચહોલ કેમરા હશે. આ ફોનમાં 5000 વોટની બેટરી હશે જે ફાસ્ટ ચર્જિંગ સપોર્ટ કરશે અને ઇન બોક્સ 18W ફાસ્ટ ચાર્જર આપવામાં આવશે.
Micromax IN 1B
આ સાથે બીજો સ્માર્ટફોન માઇક્રોમેક્સ IN 1B પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 6.52 FullHD+ મિની-ડ્રોપ ડિસ્પ્લે છે અને તે મીડિયાટેક હેલિઓ જી 35 ચિપસેટ પર ચાલે છે. તે બે સ્ટોરેજ વેરિઅન્ટ્સ સાથે આવશે – 2 જીબી રેમ સાથે 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજ મોડેલ. માઇક્રો એસડી સ્લોટ સાથે સ્ટોરેજ વધારી શકશે. માઇક્રોમેક્સ IN 1B માં રીઅર પેનલ પર ફક્ત બે કેમેરા છે જેમાં 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો એફ / 1.8 અપાર્ચર, એલઇડી ફ્લેશ લાઇટ સાથે આવે છે અને બીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. આગળની બાજુ એફ / 2.0 પાંચહોલ સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર છે. બેટરી પણ 5000 એમએએચની છે, પરંતુ અહીં તે 10W ચાર્જિંગ સાથે ઉપલબ્ધ થશે.
તો શું હશે કિમત અને ક્યાંથી અને ક્યારે મળશે આ ફોનની?
માઇક્રોમેક્સ IN Note 1 ફોન 24 નવેમ્બરથી flipkart.com પરથી મળશે. આ ફોનનું 4GB+64GB મોડેલ 10,999રૂપિયાનું મળશે અને 6GB+128GB મોડેલ 12,499નું મળશે.
જો હવે વાત કરીયે માઇક્રોમેક્સ IN 1Bની તો આ ફોન 26 નવેમ્બરથી flipkart.com પરથી મળશે. આ ફોનનું 2GB+32GB મોડેલ 6,999નું મળશે જ્યારે 4GB+64GB 6,999માં કરીદી શકાશે.