બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939 મળી કુલ 3,409 લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833 પોઝિટિવ કેસ નોંધાયા છે.