ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

  • ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી
  • પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે
  • ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે.

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ


પરીપત્ર તા. 08/12/2020

1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે.

2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.ઓફલાઈન પરીક્ષા આપવા માટે કોઈ વિકલ્પ પસંદ કરવાનો રહેતો નથી.

3. ઓનલાઇન પરીક્ષા બહુ વિકલ્પી પ્રશ્નો (MCQ) આધારિત રહેશે. આપેલા જવાબોનાં વિકલ્પોમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરવાનો.

4.વિકલ્પ પસંદગી માટે વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર, મોબાઇલ નંબર તથા ઈ-મેલ દાખલ કરવાનો રહેશે. નોંધાવેલ ઈ-મેલ તથા મોબાઇલ નંબરનો ઉપયોગ ઓનલાઇન પરીક્ષા માટે કરવામાં આવશે, તેથી ઈ-મેલ તથા મોબાઇલ નંબર દાખલ કરવામાં તકેદારી રાખવી.

5. વિદ્યાર્થીએ નોંધાવેલા મોબાઇલ ઉપર ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ વિદ્યાર્થી પરીક્ષા અંગે વિકલ્પ પસંદગી કરી શકશે.

6. વિદ્યાર્થીએ પ્રદર્શિત પોતાનાં નામ તથા કોલેજનાં નામની સંપૂર્ણ રીતે ચકાસણી કરી લેવી. ત્યારબાદ જ ઓનલાઇન અંગેની પસંદગી આપી શકશે. એકવાર પસંદગી આપ્યા બાદ પસંદગી બદલી શકાશે નહીં (એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે કોલેજનું નામ એક્સટર્નલ લખાઈને આવશે)

7. વિદ્યાથી ઘેર બેઠાં કે પોતાની પસંદગીનાં અન્ય સ્થળેથી ઓનલાઇન પરીક્ષા આપી શકશે જેના માટે,

A. વિદ્યાર્થી ડેક્સટોપ, લેપટોપ, મોબાઇલ અથવા ટેબલેટ પૈકી કોઈપણ ઉપકરણ પર પરીક્ષા આપવાનો વિકલ્પ આપવાનો રહેશે.

B. ડેકસ્ટોપ અથવા લેપટોપ માટે વિન્ડોઝ 7 અથવા તેનાથી ઉપરનાં વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ અને ચાલુ હાલતમાં હોય તેવા વેબ કેમેરા હોવા જરૂરી છે. મોબાઇલ અથવા ટેબલેટ ચાલુ હાલતમાં હોય તેવા ફ્રન્ટ કેમેરાથી સજ્જ હોવા જોઈએ અને Android 6.0 માર્શમેલો) અથવા

C. તેનાથી ઉપરના વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા હોવા જોઈએ. (IOS ચાલશે નહીં) તદુપરાંત ગૂગલ ક્રોમ (80 કે તેથી વધુ) બ્રાઉઝર હોવું આવશ્યક છે.

D. ઇન્ટરનેટ સ્પીડ માટે બ્રોડબેન્ડનાં કિસ્સામાં ઇન્ટરનેટની સ્પીડ 1 mbps હોવી જોઈએ અને મોબાઇલ નેટવર્કનાં કિસ્સામાં 4G નેટવર્ક હોવું જરૂરી છે.

E. ચાલુ પરીક્ષામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાય નહીં તેની પુરતી કાળજી વિદ્યાર્થિઓએ રાખવાની રહેશે.

F. જો વિદ્યાર્થી પાસે ઉપર જણાવ્યા મુજબની સુવિધા ન હોય તો ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવો હિતાવહ છે.

8. આ પસંદગી 15-12-2020 સુધીમાં આપી દેવાની રહેશે. જેમણે આ પસંદગી આપેલ નથી તેમની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે.

9. ઓનલાઇન પરીક્ષાનાં મહાવરા માટે અંતિમ પરીક્ષા પહેલાં એક ઓનલાઇન મોક ટેસ્ટ લેવામાં આવશે. આ મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે

10. વિકલ્પ પસંદગીમાં કોઈ મુશ્કેલી જણાય તો આપના નામ, એનરોલમેન્ટનંબર, મોબાઇલ નંબર અને પડતી તકલીફ જણાવતો એક ઈ મેલ covidexamcenter@gujaratuniversity.ac.in ઉપર મોકલી આપવો.

Related posts

Leave a Comment