ડો.રાહી માસૂમ રઝા: પ્રયત્નપૂર્વક યાદ ના રાખવામાં આવેલું નામ!

ઘણાં બધાને આ નામ નવું લાગશે! હે ને?

ઇસ. 1927 માં ઉત્તરપ્રદેશનાં ગાઝીપુર જિલ્લામાં ગંગોલી ગામમાં જન્મ. પ્રારંભિક શિક્ષણ પણ ત્યાં જ અગિયાર વર્ષની ઉંમરે ટીબી(ત્યારે ટીબીની કોઈ જ દવા ઉપલબ્ધ નહોતી). અને એની સાથે સાથે પોલિયોનો એટેક (જેના લીધે એને લંગડાઈને ચાલવું પડતું). અને એ ‘બીમારીમાં’ એણે ઘરમાં રહેલી બધી જ બુક વાંચી નાખી(ઉંમર કેટલી? અગિયાર બાર વર્ષ!) અને પછી ત્યાંથી ભણવા ગયાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ત્યાં હિન્દુસ્તાની સાહિત્યમાં ડોક્ટરેટ કર્યું.

શરૂઆતમાં અલ્હાબાદમાં રહ્યા પહેલાં તેની શાયરી પ્રત્યે રુચિ વધુ હતી પછી તેનું ધ્યાન ઉપન્યાસ લખવા તરફ ગયું અને ત્યાં બીજાના નામથી (Ghost Writer) દસ-પંદર ઉપન્યાસ પણ લખ્યાં.

ઇસ.1966માં તેણે એક ઉપન્યાસ લખ્યો: आधा गांव! (એ વીસ વર્ષના હતાં ત્યારે દેશનાં ભાગલા પડેલા અને એનું દર્દ એનાં દિલમાં ધરબાય ગયેલું. અને એ સંસ્મરણોને યાદ કરીને આ ઉપન્યાસમાં ઢાળ્યા.અને આ તેનો સૌથી પ્રખ્યાત ઉપન્યાસ!)

પછી આવ્યા મુંબઈ.તેની પાસે કમાવવાનો એક માત્ર રસ્તો:સાહિત્ય. અને ત્યાં તેની સ્ટ્રગલ વખતે હિન્દી ભાષાના બે મહાનતમ સાહિત્યકારોએ તેની મદદ કરી. એમાંના એક ધર્મવીર ભારતી અને બીજા કમલેશ્વર. (ધર્મવીર ભારતી એ धर्मयुग અને કમલેશ્વર એ सारिका માટે એની પાસે કહાની-કથા લખાવતા અને એને એડવાન્સ પેમેન્ટ આપતાં!)

ધીમે ધીમે એની દોસ્તી થઈ બી.આર.ચોપડા અને રાજ ખોસલા જેવા નિર્માતાઓ સાથે અને એને કામ મળ્યું ‘મહાભારત’ ધારાવાહિકના ડાયલોગ લખવાનું!

પહેલી વખત તો તેણે,તેની પાસે સમય નથી એવું કહીને ડાયલોગ લખવાની ના પાડી દીધી. પરંતુ બી.આર.ચોપડા એ અગાઉથી જ એક પ્રેસ કોન્ફરન્સમાં તેનું નામ જાહેર કરી દીધું હતું! અને નામ ઘોષિત કરતાની સાથે જ કહેવાતા હિન્દુ ધર્મના સંરક્ષકોના પત્રો ઉપર પત્રો આવવાના ચાલુ થઈ ગયાં. અને એક હિન્દુધર્મના મહાન ગ્રંથ(મહાકાવ્ય) આધારિત ધારાવાહિકમાં એક મુસલમાન સંવાદ લેખક તરીકે કઈ રીતે હોય શકે એવું કહીને બધાં કહી રહ્યા હતા કે,’શું બધાં હિન્દુ મરી ગયાં છે? કે ચોપડા એ એક મુસલમાન ને એનાં સંવાદ લેખનનું કામ આપી દીધું!’

અને એ બધાં જ પત્રો બી.આર.ચોપડા એ રાહી માસૂમ રઝાને મોકલી દીધાં. અને એ વાંચીને તરત જ એને ચોપડાને ફોન કરીને કીધું કે,’હવે તો મહાભારત હું જ લખીશ! હું ગંગાનો પુત્ર છું. અને મારાથી વધારે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશે વધારે કોણ જાણે છે?’

માસૂમ રઝા એ ઇસ.1990માં ઈંડિયા ટુડેના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,’મને ખૂબ જ દુઃખ થયું અને હું ખૂબ જ હેરાન હતો કે એક મુસલમાન સંવાદ લેખક તરીકે હોય એ વાતને લઈને આટલો બધો હંગામો કેમ? શું હું ભારતીય નથી?’ (પૂનમ સક્સેનાએ તેની બુકમાં આ ઘટનાની નોંધ કરી છે.)

અને નેવુંના દશકમાં જ્યારે મહાભારત ધારાવાહિક પ્રગટ થઈ ત્યારે તેના નિર્માતાઓને એ વાતનો વિશ્વાસ નહોતો કે એ આટલી બધી વિખ્યાત થશે અને આવતા ઘણાં બધા વર્ષો સૌથી એનાથી વધુ સારી રીતે એ ધારાવાહિક નહિ બની શકે!
ઘરના સભ્યો અને ઘણા બધા વડીલો પાસે સાંભળ્યું છે કે ગામમાં માત્ર ત્રણ ચાર ટીવી હોય.અને રવિવારે રાતે નવ વાગ્યે જ્યારે ‘મેં સમય હૂં’ નો અવાજ સંભળાતો અને આખું ગામ શાંત થઈને એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની સામે બેસી જતું!
મહાભારતમાં એને સંસ્કૃતનિષ્ઠ હિન્દીને એટલી સરળ ભાષામાં રજૂઆત કરી કે આખો દેશ ખાલી એ સમજ્યો જ નહિ પણ મહાભારતના એક એક ડાયલોગ બધાને મોઢે રહી ગયાં! લોકોએ મહાભારતની કથા સાંભળી હતી પણ આ ધારાવાહિક અને રાહી માસૂમ રઝા એ એને ઘર ઘર સુધી પહોંચાડી દીધી! આખી ધારાવાહિકમાં નાની સરખી ભૂલ ગોતવામાં અને ઉર્દૂ શબ્દ ક્યાં વાપર્યો છે એ ગોતવામાં પણ પરસેવો વળી જાય એમ છે.(જ્યારે રામાનંદ સાગર એ બનાવેલી રામાયણમાં ઘણાં બધા ઉર્દૂ શબ્દો આવે છે.) અને લોકો એટલા બધા અભિભૂત થઈ ગયા કે એને આધુનિક વેદવ્યાસ નું બિરૂદ આપી દીધું!

રાહી માસૂમ રઝા જેટલી સારી ઉર્દૂ અને હિન્દી બોલતા એટલી જ સારી ભોજપુરી પણ બોલતા!

શાયર ગિકાન ફિર અલીએ માસૂમ રઝા માટે કહેલું કે, એ એક એવો માણસ હતો જે હિન્દીમાં પણ એટલો મશહૂર હતો જેટલો મશહૂર ઉર્દૂમાં હતો!

આટલું જ નહિ પણ ત્રણસોથી વધારે ફિલ્મની સ્ક્રિપ્ટ, સંવાદો, લિરિક્સ લખ્યા! અને 1979માં આવેલી મેં તુલસી તેરે આંગન કી માટે એને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો!

ઇસ.1965ના યુધ્ધમાં શહીદ થયેલા વીર અબ્દુલ હમીદની એને જીવની પણ લખી: छोटे आदमी की बड़ी कहानी
અને એનું સૌથી મોટું મહાકાવ્ય: अठारह सौ सतावन

મહાભારતના સંવાદો લખ્યા એના પહેલાં માસૂમ રઝા એ ફિલ્મ રાઇટર એસોસિયેશનની વિરુધ્ધમાં જઈને ઇમરજન્સી નો વિરોધ પણ કર્યો. એસોસિયેશન જ્યારે ઇમરજન્સીના સમર્થનમાં પ્રસ્તાવ પારીત કરતાં હતા ત્યારે તેને વોકા આઉટ કરીને વિરોધ કરેલો.

તે કહે છે,


मेरा नाम मुसलमानों जैसा है
मुझ को कत्ल करो और मेरे घर में आग लगा दो ।
मेरे उस कमरे को लूटो
जिस में मेरी बयाज़ें जाग रही हैं
और मैं जिस में तुलसी की रामायण से सरगोशी कर के
कालिदास के मेघदूत से ये कहता हूँ
मेरा भी एक सन्देशा है
मेरा नाम मुसलमानों जैसा है
मुझ को कत्ल करो और मेरे घर में आग लगा दो।
लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है,
मेरे लहु से चुल्लु भर कर
महादेव के मूँह पर फ़ैंको,
और उस जोगी से ये कह दो
महादेव ! अपनी इस गंगा को वापस ले लो,
ये हम ज़लील तुर्कों के बदन में
गाढा , गर्म लहु बन बन के दौड़ रही है।
~राही मासूम रज़ा (मैं एक फ़ेरीवाला से)


सब डरते हैं, आज हवस के इस सहरा में बोले कौन।
इश्क तराजू तो है, लेकिन, इस पे दिलों को तौले कौन।

लोग अपनों के खूँ में नहा कर गीता और कुरान पढ़ें
प्यार की बोली याद है किसको, प्यार की बोली बोले कौन।


जिन से हम छूट गए अब वो जहाँ कैसे हैं
शाख़-ए-गुल कैसी है ख़ुश्बू के मकाँ कैसे हैं?

ऐ सबा तू तो उधर ही से गुज़रती होगी,
उस गली में मिरे पैरों के निशाँ कैसे हैं?


આ બધી ગઝલ તો સાંભળી જ હશે ને?

15 માર્ચ 1992માં ચોસઠ વર્ષની ઉંમરે રાહી માસૂમ રઝા એ દુનિયાને અલવિદા કહી દીધું. પરંતુ એ જે સાહિત્ય રચીને ગયા આપણા માટે એના માટે એ દાયકાઓ સુધી આપણા દિલમાં રહેશે!

તણખો:


इस सफ़र में नींद ऐसी खो गई,
हम न सोए रात थक कर सो गई!
-राही मासूम रज़ा

-ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment