- ગુરુએ શિષ્યને શિખવેલી ટેકનિક, ગુરુ પર જ પડી ભારે
- દિલ્હીએ ચેન્નઈને સાત વિકેટે પરાજય આપ્યો, ચેન્નઈ 188/7, દિલ્હી 190/3
- શિખર ધવન : આઇપીએલમાં 600 બાઉન્ડ્રી પૂરી કરનાર પ્રથમ ખેલાડી બન્યો
- લાંબા સમય બાદ આઇપીએલમાં રમનાર રૈનાએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ
IPL: શિખર ધવન અને પૃથ્વી શોની તોફાની બેટિંગથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ14ની પહેલી મેચમાં ચેન્નઈને 7 વિકેટે પરાજય આપ્યો. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી, ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટ આપી 188રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સનાં ખેલાડી ધવન અને શો આક્રમક બેટિંગ કરતા દિલ્હીને સરળતાથી મળી જીત, ધવને 54બોલમાં 10 બાઉન્ટ્રી અને 2 સીક્સ સાથે 85રન બનાવ્યા સાથે આઇપીએલમાં 600બાઉન્ટ્રી પણ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર બેસ્ટમેન છે. શોએ 38બોલમાં 9બાઉન્ટ્રી અને 3 સિકસ સાથે 72રન કર્યા ઉપરાંત ધવન સાથે 138 રનની ભાગીદારી કરી હતી.
ચેન્નઈમાં 23 મહિના બાદ ‘ MR. IPL’ રૈનાએ ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો. રૈનાએ 36બોલમાં 3બાઉન્ટ્રી અને 4 સિક્સ સાથે 54રન કર્યા હતા. રૈના 2020ની આઈપીએલ સીઝન પારિવારિક કારણોસર રમી શક્યો નહતો. આઈપીએલ 2021ની સીઝનમાં ધમાકેદાર શરૂઆત કરવાની સાથે તેને આઇપીએલમાં 39 અર્ધ સદી નોધાવી છે. આઇપીએલમાં હાઈએસ્ટ અર્ધ સદી નોંધવાની યાદીમાં હવે કોહલી અને રોહિતની સાથે રૈના પણ સામેલ થયો છે, જ્યારે શિખર ધવન આ યાદીમાં ટોચનાં ક્રમ પર છે, તેને ચેન્નઈ સામે અડધી સદી કરીને કુલ 42 અર્ધ સદી નોધાવી છે.
આઈપીએલમાં પાંચ વર્ષ બાદ ચોથી વખત સિલ્વર ડક નો શિકાર થયો ધોની.
દિલ્હી સામેની મેચમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની માત્ર 2 બોલ રમીને સિલ્વર ડકનો શિકાર થયો હતો. આઈપીએલમાં ધોની એકપણ રન બનાવ્યા વગર 4થી વખત આઉટ થયો છે. પહેલી વાર ધોની 2010માં શેન વોટ્સને આઉટ કર્યો હતો. ત્યારબાદ ડર્ક નાનેસે ધોનીને આઉટ કર્યો. છેલ્લે 2015માં હરભજન સિંહે ધોનીને શૂન્યમાં આઉટ કરીને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. આમ પાંચ વર્ષ બાદ ધોની ફરી સિલ્વર ડકનો શિકાર બન્યો હતો.
ધવનનાં નામે 4 એવોર્ડ થયા છે. જેમાં મેન ઓફ ધ મેચ, કેચ ઓફ ધ મેચ, ગેમ ચેન્જર ઓફ ધ મેચ, મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ. જ્યારે સેમકરન ને સ્ટ્રાઇકર ઓફ ધ મેચ, સુરેશ રૈનાને લેટ્સ ક્રેક ઇટ સિક્સેસ અને પૃથ્વી શોને પાવર પ્લે ઓફ ધ મેચ મળ્યા.
દિલ્હી તરફથી લાંબી ઓપનિંગ કરનાર જોડી.
1. જયવર્દને અને સેહવાગ – 151 રન (2013 માં મુંબઇ સામે)
2. વોર્નર અને સેહવાગ – 146 રન (પંજાબ સામે 2011)
3. પૃથ્વી શો અને શિખર ધવન – 138 (ચેન્નાઈ સામે 2021)