- અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા
- માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી
ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે.
આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો.
તો જાણો શું છે પડતર માંગણીઓ:
-
તમામ તલાટીકમ મંત્રીઓ વર્ષ 2004 થી 2006 સુધીમાં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમય ગાળાને શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી
-
પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણ લાભ 1/1/2016 બાદ મળવા પાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્ત બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂરી આપવામાં આવે
-
રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસુલ વિભાગના 2017માં થયેલ પરિપત્રનો અમલ કરવો
-
રેવન્યુ તલાટી માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે ૪૪૦૦ રૂપિયા આપો
આ સહિત અનેક વિવિધ પડતર માંગણીઓ અમીરગઢ તાલુકા તલાટીકમ મંત્રીના પ્રમુખ નીતિનભાઈ ભાટિયા દ્વારા જાણવવામાં આવી હતી .વધુમાં તેઓએ જણાવ્યું હતું કેજો આ માંગણીઓ નહીં સંતોષાયતો 7 તારીખે જીલ્લા કક્ષાએ અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે.