2021નું વર્ષ એ સાહિરનું જન્મસતાબ્દી વર્ષ છે. મૂળ નામ તો અબ્દુલ હાયી. જ્યારે સહિરનું નામ આવે ત્યારે તે બે રીતે નજર સામે ઉપસી આવે: એક તો ગીતકાર તરીકે અને બીજા અમૃતાજીનાં પ્રેમ તરીકે!
ઉર્દૂ અને હિન્દી બન્ને ભાષા પર સાહિરની અદ્ભુત પકડ. ‘तल्ख़ियाँ’ વાંચતા સાહિરની ઉર્દૂ ભાષા પરની પકડ, અને ફિલ્મો માટે લખેલાં ગીતો વાંચતા સાંભળતા સાહિરની હિન્દી ભાષા પરની પકડનો આપણને ખ્યાલ આવે.
સાહિરની નઝ્મ, ગઝલ કે ગીતોમાં પુષ્કળ વૈવિધ્ય રહેલું છે. તો સાહિરની જન્મશતાબ્દીએ આપણે દરિયા જેટલાં સર્જનમાંથી થોડીક ચમચી પીવા જેટલો આસ્વાદ માણીએ.
સાહિર ‘तल्ख़ियाँ’ની પહેલી જ નઝ્મમાં લખે છે:
चंद कलिया निशात की चुनकर
मुद्दतो महवे-यास रहता हूं!
तेरा मिलना खुशी की बात सही
तुझ से मिलकर उदास रहता हूं!
(निशात ~ प्रतिक्रिया), (महवे-यास ~ आनंद, निराशा में डूबा हुआ!)
અને યુવાનોને પાનો ચડાવતાં કહે છે:
तुममें हिम्मत है तो दुनिया से बगावत कर दो;
वर्ना माँ बाप जहां कहते हैं शादी कर लो!
મહોબ્બતમાં બરબાદીને વર્ણવતા સાહિર લખે છે:
तुझको खबर नहीं, मगर एक सादा लौह को,
बर्बाद कर दिया तेरे दो दिन के प्यार ने!
(लौह~ भोला-भाला)
પ્રેમિકા માટેની વિવશતા પ્રગટ કરતાં કહે છે:
तुम मेरी होकर भी बेगाना ही पाओगी मुझे,
मैं तुम्हारा हो के भी तुम में समा सकता नही!
किस तरह तुमको बना लू मैं शरीके-ज़िंदगी, (जीवन-संगिनी)
मैं तो अपनी जिंदगी का बार उठा सकता नहीं!
કોઈનો સાથ છૂટી જાય છતાંય કોઈ પાસે લાગતું હોય!
मुझे तुम्हारी जुदाई का कोई रंज नही
मेरे खयाल की दुनिया में मेरे पास हो तुम!
વિદ્રોહ એ સાહિરનો સ્વભાવ હતો.
मेरे सरकश तरानों की हकीकत है तो इतनी है
की जब मैं देखता हूं भूख के मारे किसानों को
गरीबों, मुफिलसो को, बेकसो को, बेसहारों को
सिसकती नाज़निनो को, तड़पते नौजवानों को
हुकूमत के तशद्दुद को अमारत के तकब्बुर को
किसी के चीथड़ो को और शहंशाही खजानों को
तो दिल ताबे-निशाते-बज़्मे-इशरत ला नही सकता
मैं चाहूं भी तो ख़्वाब-आवर तराने गा नहीं सकता!
(तशद्दुद ~ हिंसा, अमारत ~ शासन, तकब्बुर ~ अहंकार, ताबे-निशाते-बज़्मे-इशरत ~ राग-रंग की सभा के आनंद की सहनशक्ति, ख़्वाब-आवर ~ नींद लानेवाले)
જૂના ઝખ્મોને ફરીને યાદ ન કરવા બાબતે સાહિર લખે:
मेरी नाकाम मुहब्बत की कहानी मत छेड़,
अपनी मायूस उमंगों का फसाना न सुना!
સમાજ મોટે ભાગે પ્રેમને આડે આવતો જ રહ્યો છે:
वो फिर समाज ने दो प्यार करने वालों को,
सजा के तौर पे बख़्शी तविल तन्हाई!
(तवील ~ लंबी)
તાજમહેલ! તાજમહેલને સાહિરે જે નજરથી જોયો અને વર્ણવ્યો એ અદ્ભુત છે! આ એ નઝ્મ હતી કે જે નઝ્મ વાંચીને અમૃતા પ્રિતમ સાહિરનાં પ્રેમમાં પડી ગયેલાં! જ્યારે ભાગલા પછી અમૃતાજી ભારત આવ્યાં ત્યારે એક એમની દીકરીને સાથે લાવેલા અને બીજી વસ્તુ હતી સાહિરની મઢાવેલી તાજમહેલ નઝ્મ!
मेरी महबूब कही और मिला कर मुझसे,
बज़्मे-शाही में गरीबों का गुज़र क्या मानी?
(बज़्मे-शाही ~ शाही सभा, मानी ~ अर्थ)
अनगिनत लोगों ने दुनिया में मुहब्बत की है,
कौन कहता है कि सादिक न थे जज्बे उनके?
(सादिक ~ सच्चे)
ये चमनजार, ये जमुना का किनारा, ये महल
ये मुनक्कश दरों दीवार, ये मेहराब, ये ताज
इक शहंशाह ने दौलत का सहारा लेकर
हम गरीबों की मुहब्बत का उड़ाया है मज़ाक!
मेरे महबूब कही और मिला कर मुझ से!
(मुनक्कश ~ चित्रित)
અને જ્યારે કોઈ સાથે આખું જીવન જીવવું હોય પણ જીવી ના શકાય એ અફસોસ ઉમ્રભર થતો રહે છે.
कभी कभी मेरे दिल में ख़याल आता है!
की जिंदगी तेरी, जुल्फों की नर्म छांव में
गुजरने पाती तो शादाब हो भी सकती थी!
(शादाब ~ हरी-भरी)
अजब न था की मैं बेगानए-अलम होकर
तेरे जमाल की रानाइओ में खो रहता
तेरा गुदाज बदन, तेरी निम्बाज आंखे
इन्ही हसीन फसानों में महव हो रहता!
(बेगानए-अलम ~ दुःख से अनजान, जमाल ~ सुंदरता, गुदाज ~ मांसल, निम्बाज ~ अधखुली, महव ~ खोया हुआ)
पुकारती मुझे जब तल्खिया ज़माने की
तेरे लबों से हलावत के घूँट पी लेता!
(हलावत ~ मिठास)
मगर ये हो न सका और अब ये आलम है
की तू नहीं तेरा गम, तेरी जुस्तगू भी नहीं
गुज़र रही है कुछ इस तरह जिंदगी जैसे
इसे किसी के सहारे की आरजू भी नहीं!
(आलम ~ दशा, जुस्तगू ~ तलाश)
न कोई जादए-मंजिल, न रौशनी का सुराग
भटक रही है खयालों में जिंदगी मेरी
इन्ही खलाओ में रह जाऊंगा कभी खोकर
मैं जानता हूं मेरी हमनफस मगर यूं ही;
कभी-कभी मेरे दिल में खयाल आता है!
(जादए-मंजिल ~ पड़ाव का रास्ता, हमनफस ~मित्र)
પ્રેમિકાને જ્યારે પહેલી વાર જ જોઈ હોય, એ દ્રશ્ય કોઈ કઈ રીતે ભૂલી શકે?
मैंने जिस वक्त तुझे पहले-पहल देखा था;
तू जवानी का कोई ख़्वाब नजर आई थी!
हुस्न का नग्मए-जावेद हुई थी मालूम;
इश्क़ का ज़ज़्बए-बेताब नज़र आई थी!
(नग्मए-जावेद ~ शाश्वत गीत, ज़ज़्बए-बेताब ~ व्याकुल भावना)
પ્રેમમાં ધોખો મળ્યો હોય, અને તબાહ થઈ ગયાં હોય, પરંતું પ્રેમીની ચિંતા એમ છૂટી જતી નથી.
अपनी तबाहियों का मुझे कोई ग़म नहीं;
तुम ने किसी के साथ मुहब्बत निभा तो दी!
પ્રેમમાં બન્ને વ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રેમમાં રહેવાની અને પ્રેમને છોડી ય શકવાની!
तू मेरी जान! मुझे हैरतो-हसरत से न देख
हम में कोई भी जहाँनूरो-जहाँगीर नहीं
तू मुझे छोड़ के ठुकरा के भी जा सकती है
तेरे हाथों में मेरे हाथ है, जंजीर नही!
ગરીબ વર્ગ પર સમાજના અત્યાચારો પર સાહિર કટાક્ષ કરતાં લખે છે:
लोग कहते हैं तो लोगो पे तअज्जुब कैसा?
सच तो कहते है की नादारो की इज्जत कैसी?
लोग कहते है, मगर आप अभी तक चुप है,
आप भी कहिए, गरीबों में शराफत कैसी?
અને આગળ લખે છે:
हमने हर दौर में तज्लील सही है लेकिन;
हमने हर दौर के चेहरे को ज़िया बख्शी है!
हमने हर दौर में मेहनत के सितम झेले हैं;
हमने हर दौर के हाथों को हिना बख्शी हैं!
(तज्लील ~ अपमान, ज़िया बख्शी है ~ प्रकाश प्रदान किया है।)
लेकिन इन तल्ख़ मबाहिस से भला क्या हासिल?
लोग कहते है तो फिर ठीक ही कहते होंगे!
मेरे अह्बाब ने तहज़ीब न सीखी होगी,
में जहां हूं वहां इंसान न रहते होंगे!
(तल्ख़ ~ कटु, मबाहिस ~ वाद-विवाद)
સાહિર નાસ્તિક હતાં. ધર્મનો/ભગવાનનો ડર માણસને ખુલીને જીવવા દેતો નથી.
मेरा इल्हाद तो ख़ैर एक लानत था सो है अब तक;
मगर इस आलमे-वहशत में ईमानो पे क्या गुजरे?
(इल्हाद ~ नास्तिकता, लानत ~ बुराई, आलमे-वहशत ~ भय की अवस्था)
પ્રેમમાં ક્યાંક ‘ને ક્યાંક અપેક્ષા આવી જ જતી હોય છે. આપણા માટે સામેનું વ્યક્તિ જેટલું મહત્વનું છે, એટલા મહત્ત્વના આપણે એ વ્યક્તિ માટે છીએ કે નહીં એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. અને એ જાણવાની ઈચ્છાને એક સામાન્ય વ્યક્તિ તરીકે રોકવી આપણા માટે આસાન હોતું નથી.
मेरे ख्वाबों के झरोको को सजाने वाली
तेरे ख्वाबों में कही मेरा गुजर हैं की नही?
पूछ कर अपनी निगाहों से बता दे मुझको
मेरी रातों के मुकद्दर में सहर है की नहीं?
પ્રેમ થઈ જતો હોય. એને રોકી શકાય નહીં. પણ છતાંય સાહિર કેવો નિર્દોષ પ્રશ્ન કરે છે:
प्यार पर बस तो नहीं है मेरा, लेकिन फिर भी;
तू बता दे की तुझे प्यार करूं या न करू?
तूने ख़ुद अपने तबस्सुम से जगाया है जिन्हें
उन तमन्नाओं का इज़हार करू या न करू?
(तबस्सुम ~ मुस्कान)
ઇંતજાર! પ્રેમમાં ઇંતઝારનો ય એક તબક્કો આવી જતો હોય છે. ઇંતજારમાં દર્દની મીઠાશની પણ એક મજા છે. પણ સાહિર પોતાની ઇંતઝારની વાતમાં પ્રકૃતિને કેવી વણી લે છે:
चाँद मद्धम है आसमां चुप है;
नींद की गोद में जहां चुप है!
दूर वादी में दूधिया बादल
झुक के पर्बत को प्यार करते है!
दिल में नाकाम हसरते लेकर
हम तेरा इंतिजार करते है!
સંબંધોમાં ઘણી વાર એક તબક્કો આવી જતો હોય કે ત્યારે લાગે કે હવે છૂટા પડી જવું એ કદાચ બન્ને માટે હિતાવહ છે. સાહિરે આ મનોમંથનને એક નઝ્મમાં આવરી લીધું છે:
चलो एक बार फिर से अजनबी बन जाएं हम दोनों
न मैं तुमसे कोई उम्मीद रक्खू दिल-नवाज़ी की
न तुम मेरी तरफ़ देखो गलत-अंदाज नजरों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों से
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नजरों से
तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से
मुझे भी लोग कहते है की ये जलवे पराए हैं
मेरे हमराह भी रुसवाईयाँ हैं मेरे माजी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साये हैं
तआरूफ रोग हो जाए तो उसका भूलना बेहतर
तअल्लुक बोझ न बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुम्किन
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा!
चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनो!
(दिल-नवाज़ी ~ दिल की तसल्ली, रुसवाईयाँ ~ बदनामिया, माजी ~ अतीत, तआरूफ ~परिचय, तअल्लुक ~ संबंध)
અને સાહિર એક ગઝલમાં આ જમાના પ્રત્યે નારાઝગી વ્યક્ત કરતાં લખે છે:
मुहब्बत तर्क की मैंने, गिरेबा सी लिया मैंने;
ज़माने अब तो खुश हो, ज़हर ये भी पी लिया मैंने!
अभी जिंदा हूं लेकिन सोचता रहता हूं खल्वत में;
की अब तक किस तमन्ना के सहारे जी लिया मैंने?
તણખો:
ले-दे के अपने पास फकत एक नज़र तो है;
क्यों देखें ज़िंदगी को किसी की नज़र से हम?
(આપણી પાસે લેવાં દેવાં જેવી એક નજર જ છે; તો પછી આપણે શા માટે આપણી જીંદગીને બીજાની નજરથી જોઈએ?)
~साहिर लुधियानवी
– ડૉ.ભાવિક મેરજા
(સાહિર લુધિયાનવીનાં ગીતોનો આસ્વાદ આવતાં મંગળવારે!)
[…] […]