- પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન
- દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરાશે
- ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા
નેશનલ: કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું છે.
કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, પ્રદૂષણ ઘટાડવાની ઝૂંબેશમાં સહકાર વધારવા ઓટોમોબાઇલ ઉદ્યોગે આગળ આવવું જોઈએ.
તેમણે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા કરવા સહિત સરકરે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતે વાહન ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની નેમ ધરાવે છે. આ પ્રયાસોથી આત્મનિર્ભર ભારત અભિયાનને બળ મળશે.