સેક્સ: મુંહ મેં રામ બગલ મેં છૂરી!

પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો નથી. ઉચ્ચારી શકાતો પણ નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું બધું જોતાં લાગે કે કહેવાતાં શુશિક્ષિત સમાજની બુદ્ધિ બહેર ગઈ છે.એના પર કાટ ચડી ગયો છે.…