જીવન એક રહસ્ય છે. વારે-વારે જીવનમાં નવા-નવા રહસ્યો ઉમેરાતા રહે છે. શેક્સપિયરનાં હેમ્લેટની જેમ ‘To Be Or Not To Be!’ આ કે પેલું? આમ કે તેમ? એવા પ્રશ્નો સતત ઉદ્દભવતા રહે છે. આપણે સૌ આ રહસ્યને પામવાની મથામણમાં હોય છીએ. આપણે તો અગમ રસ્તા પરનાં મુસાફિરો છીએ. બશીર બદ્રએ લખ્યું છે ને કે મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી! અને આમ જ આપણે સૌ અલગ અલગ રસ્તેથી આવીને એક મંઝિલ પર ભેગા થઈ જશું! તાજેતરમાં જ અલગારી જીવ એવાં આદરણીય સુભાષ ભટ્ટનાં…
