ગાંધીજી, સરદાર અને નહેરૂ : વિસમી સદીમાં ભારતનાં અને ભારતીય રાજકારણનાં ઘડતર અને ચણતરમાં મોખરે રહેલી ત્રિપુટી!

સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી. કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ…