ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારત ડબલ્સની પ્રથમ મેચ હારી જતા સ્પર્ધામાંથી બહાર

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…