ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.