J&Kમાં અન્ય એક આતંકવાદીએ કર્યું સરેંડર જે લોકો હથિયાર હેઠા મૂકી સરેંડર કરશે તે લોકોને આર્મી મદદ કરશે આ પહેલા પણ એક 20 વર્ષીય યુવાને સરેંડર કર્યું હતું નેશનલ: જમ્મુ-કાશ્મીરના પુલવામાના નૂરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે અન્ય આતંકવાદીએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. શરણાગતિ આપનાર આતંકવાદી પુલવામાના ગુલશનપુરાનો છે. 25 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગુમ થયો હતો. આતંકવાદીની શરણાગતિથી પરિવારના સભ્યો ખુશ હતા. મળતી માહિતી મુજબ, જ્યારે આતંકીને શરણાગતિ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો હાથ છોડી…