કોવિડ-19ના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ જ ફાયદાકારક છે. દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને SpO2 લેવલ 94 થી નીચે જાય માત્ર ત્યારે જ પ્રોનિંગ જરૂરી હોય છે. કોવિડ-19 ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ જરૂર પ્રાણવાયુ (O2)ની છે. આ મહામારી સામે આજે આખો દેશ ટીમ ઇન્ડિયા બનીને લડત આપી રહ્યો છે ત્યારે કોવિડ-19ની સેલ્ફ-કૅરમાં અતિ ઉપયોગી એવી પ્રોનિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આજની ઘડીની તાતી જરૂરિયાત બની છે. જે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોનિંગ ટેકનીક રજૂ કરવામાં આવી છે.…