17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પના, આજથી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’અભિયાનનો પ્રારંભ

  NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય – રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા…